જામનગર BJPએ PM મોદીના જન્મદિવસ અગાઉ સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કર્યું - Tree planting by BJP
જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે, ત્યારે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા તેમના જન્મદિવસ અગાઉ સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સોમવારના રોજ જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓ, કોર્પોરેટર તેમજ શહેર પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સહિતના લોકોએ વૃક્ષારોપણ કરી સેવા સપ્તાહની ઉજવણી કરી છે. હાલ જે પ્રકારે કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સ સહિતના તમામ નીતિ નિયમોનું પાલન કરી ભાજપ દ્વારા સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે ભાજપના કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંત રણજીત વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ફ્રૂટનું વિતરણ કર્યું હતું.