ટ્રકમાં અચાનક લાગી આગ, કોઈ જાનહાનિ નહીં - ટ્રક
સુરત: ડીંડોલી બ્રીજ પરથી પસાર થઈ રહેલી ટ્રકમાં અચાનક આગ લાગતા દોડધામ સર્જાઈ હતી. બીજી તરફ આગનો કોલ મળતા જ ફાયર વિભાગની બે ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ટ્રકમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું