વડોદરામાં વિજયી વાવટાં ફરકાવવા બદલ સાંસદ અને ધારાસભ્યે મતદારોનો આભાર માન્યો - મત ગણતરી
વડોદરાઃ મહાનગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. ત્યારે વડોદરામાં સાંસદ રંજન ભટ્ટ પોલિટેક્નિક કોલેજ ખાતે ચાલી રહેલી મતગણતરીના સ્થળ પર પહોંચ્યા હતા. તેમની સાથે વાળી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ પણ પહોંચ્યા હતા. તમામ લોકોએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.