રાજકોટઃ ગરબા એસોસિએશને કલાસીસ શરૂ કરવા મુખ્યપ્રધાનને પત્ર લખ્યો - Rajbha Gadhvi, President of Garba Association
રાજકોટઃ ગરબા એસોસિએશનના પ્રમુખ રાજ ગઢવીએ ગરબા ક્લાસ શરૂ કરવાની માગ કરતો પત્ર મુખ્યપ્રધાનને લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગરબા ક્લાસના કારણે 5 હજાર લોકોનું ઘર ચાલે છે. તેમજ અમે પણ સરકારના નીતિ નિયમો પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ગરબા કલાસીસ શરૂ કરવા માંગીએ છીએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ જિમ, એરોબિક્સ, યોગા ક્લાસ અને ફિટનેસ ક્લાસને પરવાનગી આપવામાં આવી છે ત્યારે ગરબા ક્લાસને પણ પરવાનગી આપવામાં આવે તેમ ગરબા એસોસિએશનના પ્રમુખ રાજ ગઢવીએ જણાવ્યું હતું.