હિંમતનગરથી બિહાર દોડી વિશેષ 'કિસાન રેલ' - Himmatnagar
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનના હિંમતનગરથી બિહારના બાપુધામ મોતીહારી સુધી પ્રથમ કિસાન રેલ દોડાવવામાં આવી હતી. જેથી જે પાકોનો ભાવ સ્થાનિક બજારમાં નથી મળી રહ્યો, તેનો યોગ્ય ભાવ ખેડૂતોને મળે. કિસાન રેલ ખેડૂતોને તેમની નાશ પામેલી કૃષિ પેદાશોને આંતરરાજ્ય બજારોમાં પરિવહન કરવામાં અને ઝડપી પરિવહનની સુવિધા આપવા માટે એક અનોખી પહેલ છે. રેલવે પ્રશાસનનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને મહત્તમ લાભ આપવાનો છે.