રાજકોટમાં 16 કિલો ગાંજા સાથે ગાયક કલાકાર ઝડપાયો - Maliyasan Chokdi
રાજકોટઃ જિલ્લામાં SOGની ટીમે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. SOGએ બાતમીના આધારે શહેરની ભાગોળે આવેલા માલિયાસણ ચોકડીથી સોખડા ચોકડી વચ્ચેના રસ્તા પરથી એક કારમાંથી આ ગાંજો ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા ઈસમ મનીષદાન બાદાણી ગાયક કલાકાર હોવાનું સામે આવ્યું છે. SOGની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, કે કુલ 16.254 કિલો ગાંજાનો જથ્થો છે, જેની કિંમત રૂપિયા 97,524 છે. હાલ SOGએ કાર સાથે કુલ રૂપિયા 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ઈસમ વિરુદ્ધ વધુ કાર્યવહી હાથધરી છે.