કેશોદમાં અનુસૂચીત જાતિના લોકોએ આવેદન પત્ર આપ્યું - આવેદન પત્ર
જૂનાગઢઃ કેશોદમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બનેલી એક ઘટના જે અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરાની અનુસૂચિત સમાજની દીકરી કાજલબેન રાઠોડની સાથે નિય વ્યવહાર કરનાર આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતે કેશોદના અનુસૂચિત જાતિ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર આપાયું હતું અને આ ઘટનાને વખોડેલ હતી અને કાજલબેન રાઠોડની સાથે આવો વ્યવહાર કરી મોતને ઘાટ ઉતારનાર તમામ આરોપીઓની ધરપકડ કરી સખત સજા કરવામાં આવે અને તેમના પરિવારને ન્યાય આપવામાં આવે તે બાબતે કેશોદના અનુસૂચિત જાતિના લોકો દ્વારા માંગણી કરવામાં આવી હતી.