મહેમદાવાદમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનું સ્નેહમિલન સંમેલન કાર્યક્રમ યોજાયું - kheda
નડિયાદઃ મહેમદાવાદના અકલાચા ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનું સ્નેહમિલન સંમેલન યોજવામાં આવ્યું હતું. સંમેલનમાં આગેવાનો દ્વારા સમાજમાંથી વ્યસનો દૂર થાય, ભાઈચારાની ભાવના કેળવાય,સમાજમાં રહેલી વિવિધ શક્તિઓને રચનાત્મક કાર્યોમાં વાળવા જણાવાયું હતું. આ સાથે જ આગામી ૧૫ ડિસેમ્બરે ગાંધીનગર ખાતે એટ્રોસિટી એકટને લઈને યોજાનાર મહારેલીમાં ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં જોડાવા કાર્યકરોને આહ્વાન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ,પૂર્વ ધારાસભ્ય ગૌતમસિંહ ચૌહાણ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત, યુવા ક્ષત્રિય સેના ગુજરાતના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, ખેડા જિલ્લા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ અનંતસિંહ ઝાલા સહીત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.