રાજકોટ: ઉપલેટામાં દેશી દારૂ વેચનારા બેફામ, વીડિયો વાયરલ - Native wine
રાજકોટઃ જિલ્લાના ઉપલેટામાં દેશી દારૂ વેચનારનો વીડિયો વાઇરલ થયો હતો. કાયદો અને વ્યવસ્થાને ઘોળીને પી જનારા બૂટલેગરો બેફામ બન્યા છે ત્યારે ઉપલેટા શહેરના રેલવે સ્ટેશન પાસેના જિન મીલના અવાવરુ મેદાનમાં દેશી દારૂની કોથળીઓ વેચાઈ રહી છે. લોકો સામાજિક અંતર સાથે દારૂ લેવા આવે છે.