રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 300થી વધુ સફાઈ કર્મીઓના વેતન મુદ્દે ધરણાં
રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક તરફ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેમજ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ રાજકોટ ખાતે છે, ત્યારે બુધવારના રોજ સિવિલ હોસ્પિટલમાં કામ કરતા 300થી વધુ સફાઈ કર્મચારીઓ ધરણાં પર બેસી ગયા હતા. સફાઈ કર્મીઓની માંગ છે કે સમાન કામ સામે સમાન વેતન અમને ચૂકવવામાં આવે, હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની મહામારી વચ્ચે પણ અમે પોતાની ફરજ બજાવી રહ્યા છે એવામાં હોસ્પિટલના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા સત્તત અમારું શોષણ કરવામાં આવે છે. જો કે ધરણાં દરમિયાન મામલે વધુ બીચકતા પોલીસે કેટલાક કર્મીઓની અટકાયત પણ કરી હતી.