રાજકોટ જિલ્લા 700 આરોગ્ય કર્મચારીઓના આજે ધરણાં - health workers protest
રાજકોટ: રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ આજે એક દિવસની માસ સીએલ પર છે. ત્યારે રાજકોટ જિલ્લાના પણ 700 જેટલા કર્મચારીઓ એક દિવસના ધરણા કરી રેલી યોજી હતી. આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માગ પગારમાં વિસંગતતા સહિતના પડતર પ્રશ્ર્નોની છે. રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હાથમાં બેનરો સાથે રેલી યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારે રેલી અને ધરણાં યોજીને સરકાર સમક્ષ પડતર પ્રશ્ર્નો ઉકેલવાની માગ કરવામાં આવી રહી છે.