ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરના વકીલો દ્વારા પ્રતિક ઉપવાસ અને ધરણાં યોજાયા

By

Published : Aug 4, 2020, 4:49 PM IST

જામનગરઃ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ કોરોનાનો કહેર યથાવત છે. પરંતુ વિશ્વના દેશોએ જે રીતે મહામારી સામેની આ લડાઈમાં સલામતી પુર્વક, આર્થીક સ્થિતિને ધ્યાનમાં રાખીને પગલા લીધા છે. તેવું ભારતમાં બન્યું નથી. આર્થીક પેકેજ અને વ્યુહાત્મક પંગલા જે તે દેશોની સરકારો તેની જાગ્રત પ્રજાના ઇશારે લે છે. જ્યારે ભારતમાં પ્રજાના શિક્ષા, સ્વાસ્થય, ન્યાય જોડે ચેડા કરવામાં આવી રહ્યા છે . આ બાબત કહેવા પાછળનો આશય એ છે કે, ન્યાય પ્રણાલિકા- વ્યવસાય સાથે જોડાયેલા વર્ગને બુધ્ધિશાળી વર્ગમાં સ્થાન મડ્યું છે. આ બુધ્ધિશાળી વર્ગની સંસ્થા બાર કાઉન્સીલ એક માતબર અને જાગ્રત સંસ્થા છે. સમાજને અન્યાય કરતા પરીબળો વચ્ચે ન્યાયના રસ્તા પર લાવનાર વર્ગ સાથે જ્યારે અન્યાય થાય અને તેની પીડાને જો તેની તાકતવર સંસ્થા ન સમજે અને સરકારને પણ ન્યાયના દફેરામાં ઉભા કરી દેનારી સંસ્થાના સંચાલકો યોગ્ય લડત આપવાના બદલે અન્ય ધંધાથી રોજી રોટી મેળવવા નિયમોમાં ફેરફાર કરવાનો ઠરાવ કરાવે તે કેટલા અંશે યોગ્ય છે ? ઠરાવ તો એ વાતનો હોવો જોઇએ કે, ન્યાય પ્રણાલીકામાં વકીલોને એક મહત્વનો રોલ હોય છે તે વકીલોને અભાવે પ્રજામાં સમયસર ન્યાય ન મળે તો લો અને ઓર્ડરનો સવાલ પેદા થાય, લોકોનો વિશ્વાસે ન્યાયમાંથી ઉઠી જાય આવું ન થાય તે માટે સાવચેતી રૂપી પગલા લઈને પણ વકીલાતનો ધંધો શરૂ કરાવવાનો પ્રયત્ન વાળો ઠરાવ હોવો જોઈએ તેવી માંગ જામનગરના વકીલોએ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details