સુરતઃ પાંડેસરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી બે યુવકોની કરી અટકાયત - Murder of a young man in personal enmity
સુરતઃ પાંડેસરા વિસ્તારમાં ગત 28 ઓક્ટોબરના એક મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવમાં પાંડેસરા પોલીસે મૃતકની ઓળખ કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા. દરમિયાન મૃતકના ભાઈ એ પાંડેસરા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા મૃતક યુવકનું નામ અશોક નિશાદ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત છેલ્લા કેટલાય સમયથી જમીનને લઈ મૃતકની બબાલ રાકેશ તથા પવન સાથે ચાલતી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પાંડેસરા પોલીસે રાકેશ અને પવનની અટકાયત કરી બંનેની પૂછપરછ હાથ ધરતા બન્નેએ આ યુવકની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.