રાજકોટમાં આરોપીઓના સરઘસ દરમિયાન પોલીસ પર પથ્થરમારો - પોલીસ પર પથ્થરમારો
રાજકોટ: રાજકોટના મનહરપુર વિસ્તારમાં ચાર દિવસ અગાઉ રીક્ષા પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં બે અલગ અલગ સમાજના જૂથ સામ સામે આવી ગયા હતા. જે ઘટનામાં ભૂપત કોળી નામના આધેડનું મોત નિપજ્યું હતું. આધેડનું મોત થતા તેમના પરિવારજનોએ મૃતદેહનો અસ્વીકારવા કર્યો હતો. જો કે, હત્યા મામલે આરોપીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહીની માગ કરતા પોલીસે હત્યાના આરોપીઓની ધરપકડ તેમનું સરઘસ કાઢ્યું હતું. આરોપીઓનાં સરઘસ સમયે અન્ય ઈસમોએ આરોપીઓ અને પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. સમયસૂચકતા વાપરી પોલીસે ટોળું વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી અને કોઈ ઘાયલ થયા નહોતા. થોડા સમય માટે નાસભાગ મચી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.