જામનગરમાં હાથરસ દુષ્કર્મની ઘટનાનો વિરોધ: સફાઈ કર્મચારીઓ કામગીરીથી રહ્યાં અળગા - હાથરસ દુષ્કર્મ વિરોધ
દેશભરમાં હાથરસ દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે વાલ્મિકી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે દેશભરમાં વાલ્મિકી સમાજે સફાઈ કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો. વાલ્મીકિ મહાસંઘ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના કારણે જામનગરમાં બે હજારથી વધુ સફાઈ કર્મચારીઓએ કામગીરીથી અળગા રહી વિરોધ કર્યો હતો.