ગુજરાત

gujarat

ETV Bharat / videos

આ વર્ષે ગરબાનું આયોજન કરવું જોઈએ કે નહીં તે અંગે જામનગરના જાણીતા લોક ગાયકનો અભિપ્રાય...

By

Published : Sep 28, 2020, 9:44 PM IST

જામનગરઃ રાજ્ય સરકાર દ્વારા આગામી નવરાત્રી યોજવામાં નહીં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે. તે યોગ્ય ન હોવાનું આ કલાકારો જણાવી રહ્યા છે અને કલાકારો કહી રહ્યા છે કે રાજ્ય સરકારે કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કરી નવરાત્રી યોજવી જોઇએ. ETV BHARAT સાથેની વાતચીતમાં લોક ગાયક ડી.જે.હેમઝએ જણાવ્યું કે જ્યારથી કોરોના શરૂ થયો છે. ત્યારથી મોટાભાગના કામ ધંધા બંધ થયા છે. જેના કારણે લોકો બેરોજગાર થયા છે. રાજ્ય સરકારે કલાકારોને સહાય આપવી જોઈએ કારણ કે કલાકારો માત્ર નવરાત્રીમાં જ કમાણી કરતા હોય છે. જો કે કોરોનાકાળમાં રાજ્ય સરકારે કડક નિયમો બનાવી અને નવા નિયમો સાથે નવરાત્રી યોજવી જોઈએ. જેથી લોકોને મનોરંજન પણ મળી રહે અને ઉત્સાવ વિના લોકો પણ અકળાયા છે. આમ પણ ગુજરાતીઓ ઉત્સવપ્રિય પ્રજા છે લોકડાઉનથી આજ સુધી ગુજરાતીઓ કોઈ ઉત્સવ ઉજવી શક્યા નથી.જો નવરાત્રિનું આયોજન કરવામાં આવશે તો નાના ધંધાર્થીને પણ રોજગારી મળી રહેશે.

ABOUT THE AUTHOR

...view details