વડોદરામાં એક ફ્લેટ લાગી આગ, લાખોનું નુકસાન કોઈ જાનહાની નહીં... - vadodara
વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં આવેલા ગોકુલધામ ફ્લેટના ચોથા માળે અચાનક આગ લાગી હતી. મળતી માહિતી મુજબ ફલેટમાં અચાનક આગ લાગવાથી લાખોની કિંમતનો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.