વડોદરા NSUI દ્વારા બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માગ સાથે વિરોધ - Vadodara
વડોદરાઃ રાજ્યમાં બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે એન.એસ.યુ.આઈ દ્વારા ગુજરાતની કોલેજોને બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હતું. રાજ્યમાં ઠેર ઠેર રસ્તા રોકી આંદોલન પણ કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં પણ એન.એસ.યુ.આઈ દ્વારા શહેરના દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે રસ્તો રોકી આંદોલન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સરકાર વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. વડોદરા એન.એએ.યુ.આઈ દ્વારા સમગ્ર રાજ્યમાં બિન સચિવલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે વડોદરા શહેરમાં પણ એન.એસ.યુ.આઈ દ્વારા વિરોધ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.