વડોદરા: MS યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ માંડવી અંબે માતાજીના મંદિર સુધીની પગપાળા યાત્રા યોજી - MS University
વડોદરાઃ MS યુનિવર્સિટીના વિદ્યાર્થી આગેવાનના નેજા હેઠળ નવરાત્રિના પ્રારંભે કોમર્સ ફેકલ્ટીથી માંડવી અંબે માતાજીના મંદિર સુધીની પગપાળા યાત્રા યોજવામાં આવી હતી. આ પગપાળા યાત્રામાં કોમર્સ ફેકલ્ટીના એફ.આર પંકજ જયસ્વાલ સહિત આઠ વિદ્યાર્થીઓ જોડાયા હતા. કોમર્સ ફેકલ્ટીથી નીકળી કાલાઘોડા થઈ માંડવી માઁ અંબેના મંદિરે માતાજીની આરતી અને પ્રાર્થના કરવામાં આવી હતી. કોરોનાની મહામારીમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત તથા યુનિવર્સિટીની અંદર હજારો વિદ્યાર્થીઓનો અભ્યાસ દૂર થઈ ગયો છે. જેથી મા અંબાને પ્રાર્થના કરવામાં આવી હતી કે, વહેલામાં વહેલી તકે આ કોરોનાની બીમારી દૂર થાય અને પાછું જન જીવન સામાન્ય બની જાય.