‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના મયુર વાકાણીએ દીવા પ્રગટાવી ઘરમાં જ રહેવા લોકોને અપીલ કરી - Mayur vakani
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે 09:00 વાગ્યે નવ મિનિટ સુધી ઘરની તમામ લાઇટો બંધ કરીને, ઘરના દરવાજા પર કે બાલકનીમાં ઉભા રહીને 9 મિનિટ માટે મીણબત્તી, દીવો, ટોર્ચ કે મોબાઇલની ફ્લેશ લાઇટ પ્રગટાવો અને તે સમયે ઘરની લાઇટો બંધ કરવાની અપીલ કરી હતી. ચારેય તરફ જ્યારે દરેક વ્યક્તિ એક-એક દીવો પ્રગટાવશે, ત્યારે પ્રકાશની એ મહાશક્તિનો અહેસાસ થશે, જેમાં એક જ હેતુ સાથે આપણે લડી રહ્યાં છીએ, તે ઉજાગર થશે. તે પ્રકાશમાં, તે રોશનીમાં, તે ઉજાશમાં, આપણે આપણા મનમાં એ સંકલ્પ કરીશું કે આપણે એકલા નથી, કોઇપણ એકલુ નથી. 130 કરોડ દેશવાસી, એક જ સંકલ્પ માટે કૃતસંકલ્પ છે. તેવું જણાવ્યું હતું અને તેમના આ સંકલ્પને પૂરો કરવા માટે દેશ આગળ આવ્યો હતો ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફિલ્મ મયુર વાકાણીએ પણ દીવો પ્રગટાવી લોકોને ઘરે જ રહેવાની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે આપણે એક થઇને રહેવાનું છે અને ઘરમાં જ રહીને કોરોનાને હરાવાનો છે.