સુરતઃ પોલીસ દ્વારા બાબા નગર વિસ્તારમાં ગરીબ લોકોને માસ્કનું વિતરણ - Distribution of masks in Baba Nagar area
સુરતઃ શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકોને કોરોનાથી રક્ષણ મળી રહે તે માટે સુરત પોલીસ દ્વારા બાબા નગર વિસ્તારમાં ગરીબોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસે લોકોને કોરોનાથી સાવેચત રહેવા માર્ગદર્શન આપ્યું હતું. લોકોમાં કોરોના અંગે અવેરનેશ આવે અને લોકો માસ્ક પહેરતા થાય તે માટે પોલીસ દ્વારા 250થી વધુ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં પણ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.