અરવલ્લીમાં મંદબુદ્વિ બાળકોનો ખેલ મહાકુંભ યોજાયો - khel mahakumbh held for Retarded children
મોડાસા: માનસિક દિવ્યાંગ બાળકોના જીવનમાં ચેતના જગાવવા રાજ્ય સરકાર દ્વારા ખાસ રમત સ્પર્ધા યોજવામાં આવે છે. જે અન્વયે અરવલ્લી જિલ્લાના મોડાસા કોલેજ કેમ્પસ ખાતે મંદબુદ્વિ બાળકોનો ખેલ મહાકુંભ યોજવામાં આવ્યો હતો. જેમાં અરવલ્લી તેમજ સાબરકાંઠાના બાળકોએ ભાગ લીધો હતો. મંદબુદ્વિના બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ તેમની પ્રતિભા બતાવી હતી. કુલ 295 બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.