જૂનાગઢ પોલીસે ધમાલ મચાવતા તાલુકા વિકાસ અધિકારીની કરી અટકાયત - Vanthali
જૂનાગઢઃ શહેરના ઝાંઝરડા રોડ પર આવેલા ગોલ્ડ સ્ટાર એપાર્ટમેન્ટના બ્લોક નંબર 201માં થોડા સમય અગાઉ ભાડે રહેવા આવેલા એક વ્યક્તિએ ધમાલ અને દંગલ મચાવતાં એપાર્ટમેન્ટના રહિશોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચીને બ્લોક નંબર 201માં તપાસ કરતા અહીંથી પંકજ વાઘાણી નામના વ્યક્તિની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. પોલીસે અટકાયત કરેલી વ્યક્તિની વધુ તપાસ કરતા તે વંથલી તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું હતું.