જામનગરની જાહ્નવીએ ધો-10માં માર્યું મેદાન, 99.99 PR મેળવ્યા - બોર્ડની પરીક્ષા
જામનગરઃ રાજ્યમાં ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે રાજ્યમાં ગત વર્ષ કરતા પરિણામ ઓછું આવ્યું છે. બોર્ડની પરીક્ષામાં જાહ્નવી વસરાએ 99.99 PR સાથે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જાહ્નવીએ ટ્યૂશન કલાસીસ કર્યા વિના પણ ઘરે જ મહેનત કરી આ પરિણામ મેળવ્યું છે. ડોકટર બનવાની ઈચ્છા ધરાવતી જાહ્નવી શિક્ષકોના માર્ગદર્શન પ્રમાણે મહેનત કરી પ્રથમ નંબર મેળવ્યો છે. Etv ભારત સાથેની વાતચીતમાં જાનીએ પોતાની સ્ટ્રેટેજી પણ જણાવી છે અને સતત મહેનત કરતા રહેવાથી યોગ્ય પણ પરિણામ મેળવી શકાય છે.