ગીર સોમનાથને નિસર્ગના પ્રકોપથી બચાવવા NDRFની ટિમ સજ્જ, અધિકારી સાથે ETV BHARATની ખાસ વાત... - ગીર સોમનાથ ન્યૂઝ
ગીર સોમનાથઃ નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે ગીરસોમનાથમાં એનડીઆરએફની ટીમ આવી પહોચી છે. ટીમના કમાન્ડર ઇન ચીફ દ્વારા ભારે વરસાદ કે પવન સહિતની પરિસ્થિતિમાં લોકોની મદદે રહેવા અને તંત્રની સૂચનાઓનો અમલ કરવા લોકોને સૂચન આપવામાં આવ્યું છે. નિસર્ગ વાવાઝોડાની આગાહી સંદર્ભે એક ટીમ વેરાવળ પહોંચી છે, સંકટ સમયે રેસ્ક્યૂ તેમજ તમામ જરૂરી સાધનો સાથે સજ્જ ટીમ એક તરફ કોરોના છે બીજી તરફ વાવાઝોડાનું સંકટ છે ત્યારે લોકોની મદદે આવી પહોંચી છે.