રાજકોટના SRP કેમ્પ ખાતે યોજાયો જિલ્લા કક્ષાનો આઝાદી પર્વ - સ્વતંત્ર પર્વની ઉજવણી
રાજકોટ: આજે 74મો આઝાદી દિવસ છે. રાજકોટના ઘંટેશ્વર કેમ્પ ખાતે જિલ્લા કક્ષાના આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સાથે જ સ્વાતંત્ર સેનાનીઓનું પણ આ કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ હાલ કોરોના વાઈરસની મહામારી સામે લડત આપી રહેલા અલગ અલગ ક્ષેત્રનાં કોરોના વોરિયર્સનું પણ સન્માન પત્ર આપીને કેબિનેટ પ્રધાન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટ જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ તેમજ રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.