વાપીમાં અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે સૌભાગ્યવતી સ્ત્રીઓએ કેવડા ત્રીજે કરી મહાદેવની પૂજા - Vapi
દેશભરમાં ભાદરવી ત્રીજના દિવસે કેવડા ત્રીજની ઉજવણી અને પૂજા કરવામાં આવે છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે ઉજવાતા આ વ્રત નિમિતે વાપીના સિદ્ધનાથ મહાદેવ ખાતે સૌભાગ્યવતી સ્ત્રીઓએ પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી ભગવાન મહાદેવને કેવડાના પુષ્પ અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી.