વડોદરામાં હાર્દિક પટેલના આગમન સમયે વિરોધી સામાજીક કાર્યકરને કોંગ્રેસના કાર્યકરોએ મારમારી પોલીસને હવાલે કર્યો
વડોદરાઃ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે વડોદરાની મુલાકાત લીધી હતી. ત્યારે વડોદરાના સામાજિક કાર્યકર સંજય પંચાલે કાળા વાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે કોંગ્રેસના કાર્યકરોએ તેને મારમારીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે યુવકની અટકાયત કરી હતી. આ પહેલા હાર્દિક પટેલના વડોદરામાં આગમનથી કલમ 144 ભંગ થવાની શક્યતા હોવાથી સામાજીક કાર્યકર સંજય પંચાલે કલેક્ટર અને પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપીને હાર્દિક પટેલને વડોદરામાં પ્રવેશ નહીં આપવા માગ કરી હતી.