હૈદરાબાદ એન્કાઉન્ટર: ગુજરાતમાં પણ ઉઠી દુષ્કર્મીઓ વિરૂદ્ધ એન્કાઉન્ટરની માંગ - ગુજરાત પોલીસ
સુરતઃ હૈદરાબાદમાં વેટરનિટી ડૉક્ટર સાથે દુષ્કર્મ આચરી તેને સળગાવી નાખવાની ઘટનાને લઈ દેશભરમાં ભારે રોષ છે ત્યારે હૈદરાબાદમાં દુષ્કર્મીઓના એન્કાઉન્ટરને લઈ લોકો માં ખુશી જોવા મળે છે. તો સુરતના ભટાર વિસ્તારમાં આ એન્કાઉન્ટરને બાળકીઓ અને મહિલાઓએ બિરદાવ્યો હતો અને એક બીજાને મીઠાઈઓ પણ ખવડાવી હતી સાથે જ સ્થાનિક મહિલાઓએ ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર પાસે દુષ્કર્મના કેસમાં આ પ્રકારની કાર્યવાહીની માંગ કરી હતી. દુષ્કર્મના ચારેય આરોપીઓના એન્કાઉન્ટર બાદ સુરતના ભટાર વિસ્તારમાં બાળકીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ હતી અને એક બીજાને મીઠાઈઓ ખવડાવી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે, સાચા અર્થમાં પીડિતાને ન્યાય મળ્યો છે. મહિલાઓ દ્વારા હવે અન્ય દીકરીઓને પણ ન્યાય મળે તે માટે આજ પ્રમાણે ગુજરાતમાં પણ એન્કાઉન્ટર કરોની માંગ પણ કરવામાં આવી હતી.