સરદારનગર વોર્ડમાં મનપાના પૂર્વ દંડક બિપીન સિક્કાની પોલીસ સાથે માથાકૂટ - ભાજપ
અમદાવાદઃ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મંગળવારે પરિણામ જાહેર થઈ રહ્યા છે, ત્યારે સરદારનગર વોર્ડના કાઉન્સિલર અને મહાનગરપાલિકાના પૂર્વ દંડક બિપીન સિક્કાએ પોલીસ સાથે માથાકૂટ કરી હોવાની ઘટના સામે આવી છે. જોકે, પોલીસના અન્ય સ્ટાફ અને ભાજપના કાર્યકર્તાઓએ મળીને મામલો થાળે પાડ્યો હતો. પરિસરમાં જવા મામલે માથાકૂટ થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું.