રાજકોટમાં વેતન મુદ્દે 150થી વધુ આરોગ્ય કર્મીઓ હડતાળ પર - Rajkot Latest News
રાજકોટઃ શહેરમાં એક તરફ કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ શુક્રવારે 150થી વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. તમામ કર્મચારીઓએ મનપા કચેરી ખાતે એકઠા થઇને સૂત્રોચ્ચાર કર્યો હતો અને ત્યારબાદ હડતાળ પર ઉતર્યા હતા. આરોગ્ય કર્મચારીઓની માગ છે કે, તેમને જે પ્રમાણે કામ કરાવવામા આવે છે તે મુજબનું વેતન આપવામાં આવે, સાથે જ તેમને કાયમી કરવામાં આવે અને રોટેશન પ્રમાણે ડ્યુટી આપવામાં આવે. તમામ આરોગ્ય કર્મચારીઓ રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાકટ પર કામ કરતા કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે.