4થી 15 ઓગષ્ટ સુધી બંધ રહેશે હાપા માર્કેટ યાર્ડ, 3 વેપારીને કોરોનાનો ચેપ લાગતા કરાયો નિર્ણય - જામનગર
જામનગરઃ કોરોનાના વધતા કેસ જામનગર જિલ્લા માટે ચિતાનો વિષય બન્યો છે. દિવસને દિવસે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા પણ વધતી જાય છે. હાપા માર્કેટ યાર્ડમાં ત્રણ વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે કારણે મર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હાપા માર્કેટ યાર્ડ સમિતિએ હાપા માર્કેટ યાર્ડ તા. 4 ઓગષ્ટ થી 15 ઓગષ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરાંત જામનગરની મુખ્ય બજાર ગણાતી ગ્રીન માર્કેટ પણ અગાઉ બંધ રાખવાંનો નિર્ણય કરવામાં આવ્યો હતો.