થોડા દિવસોના વિરામ બાદ કચ્છના ત્રણ તાલુકામાં મેઘમહેર - kutch in rain
કચ્છ-ભુજ: જીલ્લાના ત્રણ તાલુકામાં થોડા દિવસોના વિરામબાદ ફરી ધમાકેદાર વરસાદ શરૂ થયો છે. નખત્રાણા, લખપત તાલુકામાં એક ઈંચથી બે ઈંચ સુધીનો વરસાદ પડતા ખેડૂતો અને માલધારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આજની આગાહી વચ્ચે મેઘરાજા ફરી કચ્છના પશ્ચિમ વિસ્તારમાં સવારે મન મુકીને વરસ્યા હતા.