જામનગરમાં રામપર પાટીયા પાસે ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા ડ્રાઈવરનું મોત - truck collides with truck
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જામનગર-રાજકોટ હાઈવે પર મોડી રાત્રે રામપરના પાટીયા પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂર ઝડપે જઈ રહેલા ટ્રક બંધ હાલતમાં પડેલા ટ્રકમાં ઠોકર મારતા 30 વર્ષીય ડ્રાઈવર દશરથભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તો તેમજ મૃતકના જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે લવાયા છે.