ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ પર અમદાવાદ સ્ટૂડિયોથી ડિસ્કશન - guidelines for upcoming election
ચૂંટણી પંચે કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે ચૂંટણી યોજવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જે ગાઈડલાઈન્સની મહત્વની વાત પર અમદાવાદ સ્ટુડિયોમાં ETV Bharatના વરિષ્ઠ સંવાદદાતા પારુલ રાવલે રાજકીય તજજ્ઞ દિલીપભાઈ ગોહિલ અને ETV ભારત ગુજરાતના બ્યૂરો ચીફ ભરત પંચાલ સાથે ચર્ચા કરી છે. ચૂંટણી ગાઈડલાઈન્સ મુજબ ઉમેદવારે ઉમેદવારી ઓનલાઈન નોંધાવવી, ઉમેદવારી ફાઈલ કરતી વખતે 2 લોકોને સાથે લઈ જવા, ઘર-ઘર પ્રચાર કરતા હોય ત્યારે 5 લોકોને સાથે રાખવા, રોડ શોમાં 5 વાહનોની છૂટ આપવામાં આવશે તેવી અનેક બાબાતો વિશે જણાવવામાં આવ્યું છે. જો કે, ચૂંટણી પંચે હજી ગાઈડલાઈન્સમાં ફેરફારો કરવા પડશે ? અને આ ગાઈડલાઈન્સનો પાલન પક્ષના સભ્યો કરશે કે કેમ તે સવાલ છે?
Last Updated : Aug 27, 2020, 9:11 PM IST