કરણી સેના દ્વારા સુરતમાં સંજય રાઉત વિરુદ્ધ દેખાવો - કરણી સેનામાં ભારે રોષ
સુરત: સુશાંત ડેથ મિસ્ટ્રી વચ્ચે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત દ્વારા અભિનેત્રી કંગના રનૌતને કહેવામાં આવેલા શબ્દોને લઈને કરણી સેનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત ખાતે સંજય રાઉત સામે દેખાવો કરવામાં આવ્યા હતા. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રવિવારના રોજ કરણી સેનાના કાર્યકરો દ્વારા શિવસેનાના નેતા સંજય રાઉત સામે દેખાવો કરવામાં આવ્યા હતા. હાથમાં બેનર અને પોસ્ટરો સાથે સંજય રાઉત સામે કરણી સેનાએ વિરોધ નોંધાવ્યો હતો. સાથે સંજય રાઉતના પૂતળા પર ઉગ્ર રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. કરણી સેનાના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને સંજય રાવતે આપેલી ધમકી સામે કરણી સેનાના કાર્યકરોએ ઉગ્ર દેખાવો કરતા સંજય રાઉતને પડકાર ફેંક્યો હતો.