સાવરકુંડલાના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક થવા લાગી - હરાજીનો પ્રારંભ
અમરેલીઃ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજરોજ નવા કપાસની આવક શરૂ થઈ છે, જેમાં APMCના ચેરમેને હરાજીનો પ્રારંભ કરાવ્યો હતો. ધારણગણીના ત્રણ ખેડૂતના કપાસનો ભાવ રૂ.1551 જેટલો બોલાયો હતો. હાલ 40 મણ નવા કપાસની આવક શરુ થયેલી છે.