જામનગરમાં કોંગ્રેસ OBC સેલે લોલીપોપનું વિતરણ કરી કર્યો અનોખો વિરોધ - ગુજરાત ભાજપ
જામનગરઃ શહેરના લાલબંગલા સર્કલ ખાતે કોંગ્રેસ OBC સેલે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને લોલીપોપ આપી તેમજ રોજગારી આપવાના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકારે અત્યાર સુધી દેશના યુવાઓને વિવિધ વચનો આપી ગુમરાહ કર્યા છે અને દેશમાં જે સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે. યુવાઓને નોકરી ન મળતા હતાશ બન્યા છે. ત્યારે કોંગ્રેસે બેરોજગારી દિવસની ઉજવણી કરી છે લોકોને સરકારે માત્ર લોલીપોપ જ આપી છે. જૂઠા વચનો આપી યુવાનોને સરકારે ગુમરાહ કર્યા છે. બેરોજગાર યુવાઓને રોજગારી આપવી એ સરકારની ફરજ છે પણ નોકરીની તકો જ સરકાર ઉભી કરતી નથી જેના કારણે યુવાઓમાં હતાશા નિરાશા જોવા મળી રહી છે. આ પ્રકારના આક્ષેપો સાથે કાર્યક્રમ યોજ્યો હતો.