નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર
અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ મામલનો વિવાદ ચાલી રહ્યો છે. ચાર દિવસ થયા છતાં આ મામલે હજુ સુધુ કોઈ નિવારણ આવ્યું નથી ત્યારે કોંગ્રેસ દ્વારા આ મામલે સરકાર અને DPS સ્કૂલ પર પ્રહાર કરવામાં આવ્યા છે. DPS સ્કૂલ અને સરકાર વચ્ચે સાંઠગાંઠ હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, લાંબો સમય વિત્યા છતાં સરકાર તરફથી પગલાં લેવામાં આવ્યા નથી. પોલીસે પણ આ મામલે પછીથી તપાસ શરૂ કરી છે. DPS સ્કૂલે આશ્રમના બાળકોને જે પ્રમાણપત્ર આપ્યા છે, તે ક્યાં નિયમ અંતર્ગત આપ્યા છે. શિક્ષણ વિભાગ કોઈના દબાણ વશ થઈને કાર્યવાહી કરતું નથી. આ સમગ્ર મામલે ગુજરાતમાં આવી કેટલી સ્કૂલમાં આશ્રમ ચાલે છે, તેની તપાસ પણ સરકાર કરે તેવી માંગ કોંગ્રેસ કરી રહી છે.