ઝૂલેલાલનો જન્મ એટલે ચેટી ચાંદ, આણંદમાં સિંધી સમાજે કરી ઉજવણી - Indian Festival
આણંદઃ આપણા દેશ વિવિધતાઓથી ભરેલો દેશ છે. તેમાં પણ વિવિધ તહેવારોની ઉજવણી આપણે એક સાથે મળીને કરીએ છીએ. આજે કયાંક ચૈત્રી નવરાત્રી તો ક્યાંક ગુડી પાડવો તો કયાંક ચેટી ચાંદની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આણંદ જિલ્લામાં સિંધી સમાજ દ્વારા ચેતીચાંદની ઉજવણી કરવામાં આવી હતી. ઝૂલેલાલના જન્મ દિવસને ચેટી ચાંદ તરીકે ઉજવવામાં આવે છે. આણંદમાં પણ સિંધી સમાજ દ્વારા નવું વર્ષ ચેટી ચાંદની ઉજવણી કરવામાં આવી હતી.