વડોદરા: વિશ્વ નદી દિવસે સામાજિક કાર્યકરોએ વિશ્વામિત્રી નદીને પુનઃજીવિત કરવા કરી માગ - વડોદરા
વડોદરાઃ 14મી માર્ચ વિશ્વ નદી દિવસ.સમગ્ર ભારતમાં નદીઓનું અનેરું મહત્વ છે અને ભારતીયો દ્વારા નદીઓનું પૂજન શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે.ત્યારે,વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની હાલત દૈનિય બની છે. વિશ્વ નદી દિન નિમિત્તે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ મુંજમહુડા વિસ્તાર ખાતે વિશ્વામિત્રી નદીના પટની મુલાકાત લઈ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, સત્તાધીશો અને અધિકારીઓના પાપે વડોદરા શહેરની પવિત્ર નદી ગંદકીથી ખદબદી ઉઠી છે. સ્માર્ટસિટીના રેન્કિંગમાં વડોદરાના ક્રમાંકનો સુધારો થયો છે. પરંતુ શું આ સુધારો યોગ્ય છે ખરો? વિશ્વ નદી દિવસ અંતર્ગત સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રને વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા માગ કરી હતી.