રાજકોટ ST ડિવિઝન દ્વારા 28 રૂટ પર રાત્રી મુકામની બસ સેવા શરૂ કરાઈ
રાજકોટ: વૈશ્વિક કોરોના મહામારીના કારણે છેલ્લા કેટલાક સમયથી મોટાભાગના વિસ્તારોમાં ST બસ સુવિધાઓ બંધ કરવામાં આવી હતી. જેને લઇને ST તંત્રને પણ કરોડો રૂપિયાની ખોટ ભોગવવી પડી છે. ત્યારે આજે રવિવારથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 28 રૂટ પર રાત્રી મુકામની બસસેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટ ડેપોમાંથી ગ્રામ્યના વિસ્તારના વધુ 28 રૂટ ઉપર જ્યાં અત્યાર સુધી બસ બંધ હતી તે ફરી શરૂ કરવામાં આવી છે. જેને લઇને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ હવે પ્રવાસીઓ સહેલાઈથી રાજકોટ શહેરમાં આવી-જઈ શકશે. છેલ્લા કેટલાક સમયથી કોરોનાને લઈને રાજકોટ સહિતના વિસ્તારોમાં ST બસ મુખ્ય શહેરોમાં જ શરૂ કરાઈ હતી. પરંતુ હવેથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે રવિવારથી ST બસસેવા ફરીવાર શરૂ કરવામાં આવી છે.