જાહેરમાં દારૂની બોટલ અને તલવાર સાથે જન્મદિવસ ઉજવનારા 4ની અટકાયત - સોશિયલ મીડિયા
સુરત: સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિનની ઉજવણી પરિવાર અને મિત્રો વચ્ચે ઉત્સવની જેમ ઉજવતા હોય છે, ત્યારે સુરતના એક યુવકે મિત્રો સાથે પોતાનો જન્મદિન ઉજવવામાં ભાન ભૂલી જાહેરમાં જ દારૂની પાર્ટી અને સાથે તલવારની કરતબ કરવાની ભૂલ કરી નાખી. આટલે જ ન અટકતા તેની આ હરકત અન્ય મિત્રએ મોબાઈલમાં રેકૉર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી. કાયદાથી અજાણ આ યુવકો તેમની ભૂલના કારણે હાલ પોલીસની શંકજામાં છે. જી હાં, સુરતના અડાજણ વિસ્તારમાં મોડી રાત્રે જન્મદિનની ઉજવણી દરમિયાન જાહેરમાં દારૂની બોટલ અને તલવાર દ્વારા કેક કાપવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે. આ યુવાનોએ ઉત્સાહમાં આવી પાંચ જેટલા પોલીસ જાહેરનામાનો ભંગ કર્યો છે. જેથી હાલ પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.