વડોદરાના અવાખલ ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલક યુવાનની હાલત ગંભીર - Sayaji Hospital
વડોદરાઃ જિલ્લાના શિનોર તાલુકાના અવાખલ ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી બાઇક ચાલકને 108 એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવમાં કાર અને બાઇકને ભારે નુકસાન થયું છે. ત્યારે આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.