ગુજરાત

gujarat

By

Published : Aug 25, 2020, 10:46 PM IST

ETV Bharat / videos

રાજકોટમાં રાષ્ટ્રધ્વજના અપમાન મામલે ધરણાં પર બેઠેલા AAP પ્રમુખે કર્યા પારણાં

રાજકોટઃ 15મી ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના એરપોર્ટ રોડ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તે સમયે ચાલુ રાષ્ટ્ર ગાને અચાનક ગાંધીગ્રામ પોલીસે આવીને આમ આદમી પાર્ટીના 5થી વધારે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જેને લઇને આપના રાજકોટ શહેર પ્રમુખ રાજભા ઝાલા અનશન પર બેઠા હતા અને તેમણે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારા પોલીસ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. છેલ્લા 8 દિવસથી રાજભા પોતાના ઘરે જ અનશન ઉપર બેઠા હતા, ત્યારે પોલીસ દ્વારા રાજભાને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવતા તેમણે 9માં દિવસે મંગળવારે આમ આદમી પાર્ટીના દિગગજ નેતાઓની હાજરીમાં પોતાનું અનશન તોડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details