રાજકોટમાં પોલીસની હાજરીમાં જાહેરમાં બંદૂક સાથે કાર પર ચડીને આતંક મચાવતો યુવક - young man riding a car with a gun
રાજકોટઃ શહેરમાં ગુરૂવારના રોજ ગોંડલ ચોકડી નજીક એક યુવક કાર પર ચડીને હાથમાં બંદૂક સાથે આતંક મચાવતો ઝડપાયો છે. ઈસમ ખાનગી કાર નંબર GJ 03 EC 1213 પર ચડીને હાથમાં બંદૂક સાથે જાહેરમાં જ ગાળો બોલતો હતો. જો કે તેને ટ્રાફિક પોલીસ સાથે કંઈક બાબતે બબાલ કરી હોવાનું સામે આવ્યું છે. ઇસમનું નામ ભુપતભાઇ પીઠાભાઈ કંટારીયા છે. જેને પોલીસની હાજરીમાં જ બંદૂક કાઢી કાર પર ચડીને હંગામો મચાવ્યો હતો. જેને લઇને ગોંડલ ચોકડી પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. રાજકોટમાં આ પ્રકારની ઘટના સામે આવતા હાલ પોલીસ પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. એક તરફ કોરોનાની મહામારી સામે લોકોનું જીવન જોખમ મૂક્યું છે. ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ આ અંગે આજીડેમ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.