કચ્છના માંડવીના દરિયાકિનારે આ યુવાનોનું ગ્રુપ દર અઠવાડિયે કરે છે સફાઈ - tourist place of kutch
કચ્છઃ કચ્છના માંડવીના કેટલાક યુવાનોએ 17 સપ્તાહથી એક નવતર પ્રયાસ શરૂ કર્યો છે. સેક્યોર નેચર સોસાયટી નામનું યુવાનોએ ગ્રુપ માંડવીના બીચ પર સપ્તાહમાં વિવિધ સંદેશા સાથેના પોસ્ટરો સાથે સફાઇ અભિયાન હાથ ધરે છે. આ સાથે જ પ્લાસ્ટીકના કચરાને એકત્ર કરી નગરપાલિકાના ડસ્ટબીન સુધી પહોંચાડે છે. રાજય સરકાર કચ્છમાં પ્રવાસન વિકાસના મોટા મોટા દાવા કરે છે પણ પ્રવાસન સ્થળો પર સફાઈ સહિતની પ્રાથમિક સવિધાનો અભાવ જોવા મળે છે. કચ્છમાં રમણીય એવા માંડવી બીચ પર અસુવિદ્યા અને સફાઇનો મુખ્ય મુદ્દો છે. કોઇ કાર્યક્રમ અને પ્રવાસીઓની હાજરી સમયે બીચ પર સફાઇ જોવા મળે છે. પરંતુ સામાન્ય દિવસોમાં બીચ પર કચરાના ઢગ જોવા મળે છે. આ યુવાનોએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટીકથી દરિયાઇ જીવોને અને પર્યાવરણને નુકસાન થાય છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને દરિયામાં પ્લાસ્ટીકનો કચરો ન ભેળવાય તે અમારા ગ્રૃપનો હેતું છે. આ યુવાનોને જોઈ અન્ય લોકો પણ તેમાંથી પ્રેરણાં લે છે.