પોરબંદર ચોપાટી પર લોકોનો મેળાવડો, પોલીસ આવતા મચી નાસભાગ - પ્રતિબંધ
પોરબંદરઃ કોરોના મહામારીને કારણે સરકારે જાહેર સ્થળોએ જવા પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતા લોકો સરકારના આદેશની પરવા કર્યા વગર લાપરવાહ બની કામ વગર બહાર રખડતા રહેતા હોય છે. આવા જ દ્રશ્ય પોરબંદર ચોપાટી પર સર્જાયા હતા. પોરબંદર ચોપાટીમાં જવા પર પ્રતિબંધ હોવા છતાં લોકોના ટોળા ઉમટ્યા હતા. આ ટોળાને વિખેરવા પોલીસને આવવાની ફરજ પડી હતી. પોલીસને જોઈ લોકોમાં નાસભાગ મચી હતી.