વડોદરાના માંડવી ગેંડીગેટ રોડ પર આવેલા જ્વેલર્સના શો રૂમમાં લાગી આગ - Fire brigade
વડોદરાઃ શહેરમાં લોકડાઉનમાં રાહત મળતાની સાથે જ આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે શહેરના માંડવી ગેંડીગેટ રોડ પર આવેલા મુક્ત જ્વેલર્સ શોરૂમના ઉપરના માળે ઇનવર્ટરમાં આગ લાગતા નાસભાગ મચી હતી. આગ લાગતાની સાથે જ ફાયરબ્રિગેડને જાણ કરતા સ્થળ પર આવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પ્રાથમિક તપાસમાં ઇનવર્ટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ સામે આવ્યું હતું. જોકે આગમાં કોઈ મોટું નુકસાન થયું ન હતું.