સુરતના જોલવા ગામે અજાણ્યા શખ્સો દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ, એક યુવકનું મોત, બે યુવક ઘાયલ - ઇજાગ્રસ્તોને કડોદરાની સંજીવીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
સુરતઃ જિલ્લાના જોલવા ગામે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું, જે એક રાહદારીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે યુવકો ઘાયલ થતા ઇજાગ્રસ્તોને કડોદરાની સંજીવીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગ કરનાર બુટલેગરે ઇજાગ્રતોએ દારૂ પકડાવ્યો હોવાનું વહેમ થતા 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિગત અનુસાર, જોલવા ગામે બુટલેગર દ્વારા 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સુરત પોલીસને આ ઘટના સ્થળે જઈ તાપસ કરતા ઇજાગ્રતો ઓરિસ્સા વાસી હોવાનું બહાર આવ્યું હતું. મહત્વનું છે કે, રાહદારી યુવકનું ફાયરિંગમાં મોત થતા યુવકના પરિવારમાં માતમ છવાય ગયો હતો.